તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્યપદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે ? શા માટે ?
તૈલી તેમજ ચરબીયુક્ત ખાદ્યપદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે કારણ કે નાઇટ્રોજન એ ઑક્સિજનની સરખામણીમાં નિષ્ક્રિય વાયુ છે.
જો ખાદ્ય પદાર્થોમાં તેલ અથવા ચરબી હાજર હોય તો તેનું હવામાંના ઑક્સિજન વડે ઑક્સિડેશન થાય છે અને ત્યારે ખોરું થઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયાને નાઇટ્રોજનની હાજરીથી બચાવી શકાય છે.
આજ કારણથી બટાકાની ચિપ્સનું ઑક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુમાં તેઓનું પેકિંગ કરવામાં આવે છે.
સિલ્વરના શુદ્ધીકરણમાં કૉપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો.
તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો ? ઉદાહરણો આપી સમજાવો.
આકૃતિમાં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતાં બમણો શા માટે છે ? આ વાયુનું નામ દર્શાવો.
એવી વિઘટન પ્રક્રિયાઓના એક-એક સમીકરણ દર્શાવો કે જેમાં ઊર્જા-ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે.
આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરતાં શું થાય છે ? સાચા જવાબ પર નિશાન કરો.